સરખાં હતાં
આગ લાગી ગામમાં, ત્યાં આંસુઓ સરખાં હતાં,
કેસરી, લીલાં ભલે, પણ સાધુઓ સરખાં હતાં.
એક ધરતી, એક વાદળ, એક સૂરજ, એક જળ,
રામલો ને પીરુ, બંને ખેડુઓ સરખાં હતાં.
પૂર આવ્યું ગામમાં, તો કોઈ ના પૂછે ધરમ,
ડૂબતાંને જે બચાવે, બાહુઓ સરખાં હતાં.
વોટ માટે બેઉ પક્ષે આગ ભડકાવી જુઓ,
ટોપ, ટીલાં ભિન્ન, પણ એ ડાકુઓ સરખાં હતાં.
ફૂલ મંદિરમાં ચડે, દરગાહ પર પણ, ને ‘પરાગ’
મ્હેક બંનેની જુઓ, એ જાદુઓ સરખાં હતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #કોમીએકતા #માનવતા #ભાઈચારો #સદ્ભાવ #પરાગરતનપરા
#GujaratiGhazal #CommunalHarmony #Humanity #Brotherhood #OneLove #ParagRatanpara