સમય
નદી જેમ સૂકો, પુરાણો સમય,
કિનારે જ ઊભો, તણાણો સમય.
હજી ભીંત પર ટિકટિકે છે ઘડી,
છતાં ભીતરેથી ખવાણો સમય.
હતી ઓસરી, ને હતી ખાટલી,
હવે ફ્લેટમાં ત્યાં ચણાણો સમય.
વળી કરચલી ગાલ પર જ્યાં પડી,
અરીસે ય થોડો ઘસાણો સમય.
પરાગે ભરી’તી ક્ષણો મ્હેકથી,
ગઝલમાં હવે એ ભરાણો સમય.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #પરિવર્તન #સ્મરણ #ઘરડાપણું #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Change #Memories #Ageing #ParagRatanpara