સજાવી
ઘણું ના હતું, તોય થાળી સજાવી,
ગયાં ફૂલ, પાને ય ડાળી સજાવી.
ન સંગીત, ના સાજ, ના ઢોલ-વાજાં,
અમે બેઉ હાથે જ તાળી સજાવી.
નથી તેલ, ના દીવડા, ના ફટાકા,
ગરીબે નયનમાં દિવાળી સજાવી.
ગયાં બાળકો દૂર, ઘર સાવ સૂનું,
છતાં યાદથી એ ય ખાલી સજાવી.
ઘણી ઠેસ ખાધી, ઘણું દુઃખ વેઠ્યું,
પરાગે ગઝલ પણ વહાલી સજાવી.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #સંતોષ #ગરીબી #આશાવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #ArtOfLiving #Contentment #JoyInLittleThings #Resilience #ParagRatanpara