સડક
જતી ગામ લગ એ રુપાળી સડક,
હતી ધૂળિયા પણ નિરાળી સડક.
ન'તા વીજ-દીવા, છતાં રાતભર
હતી આગિયાએ ઉજાળી સડક.
વિદાયે ઝરૂખે રહી માવડી,
વળાંકો સુધી એ નિહાળી સડક.
હતાં ગાબડાં, પણ મતોના સમે
ઉજવતી નવી એ દિવાળી સડક.
પરાગે ગઝલ ગાઈ એના ઉપર,
ખુશીમાં રજે-રજ ઉછાળી સડક.
– પરાગ રતનપરા
#ગઝલ #સડક #ગામ #મા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageRoad #Homecoming #MothersWait #Satire #ParagRatanpara