← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખખડી સાંકળ મધરાતે ને ઝબકી જાગી હું,
ઊઠી દોડી બારણે, ત્યાં તો પવન હતો કે તું?

દીવો ઠાર્યો, ઓઢ્યું ઓઢણ, આંખે ઊતરી ઊંઘ,
ત્યાં તો ખખડી સાંકળ ધીમે, જાણે ધીમી ગૂંજ;
હૈયું થડકે, હોઠ ધ્રૂજે, હોઠે અટક્યું ‘કો તું?’…
ખખડી સાંકળ મધરાતે…

બારણું ખોલ્યું, બહાર ચાંદો ને સૂની આ શેરી,
ઝાંપે ઊભી બોરડી હસતી, જાણે મારી વેરી;
પવનનું આ ટીખળ હશે, કે તારો સંદેશો છાનું?…
ખખડી સાંકળ મધરાતે…

પરાગ કહે: ઘર તો મૂંગું, ધ્યાન ધરીને બેઠું,
સાંકળ એની જીભ બનીને બોલે સઘળું ઊંડું;
રાહ જોનારાં ઘરમાં તો હવા ય પૂછે: ‘આવું?’…
ખખડી સાંકળ મધરાતે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકેદ છેઆગલો લેખ →ટીપું