સાંજ પડે
ઢળે સાંજ, ત્યારે ઉદાસી મળે છે,
નજર માંડતી એ અગાસી મળે છે.
વળે ગાયનું ધણ, ઉડે ધૂળ રાતી,
ઘરે ઝંખતો એ પ્રવાસી મળે છે.
ભરી છે નદી પૂર જળથી, છતાં પણ
નદી પર નમેલો પિયાસી મળે છે.
બજે ઝાલરો, શંખ ગુંજે ગગનમાં,
નમી, દીપ લઈને ઉપાસી મળે છે.
પરાગે સમંદર ભણી નજર માંડી,
દિશા શોધતો એ ખલાસી મળે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સાંજ #ગોધૂલિ #ઉદાસી #સંધ્યાઆરતી #પરાગરતનપરા
#GujaratiGhazal #Dusk #TwilightHour #Melancholy #EveningPrayer #ParagRatanpara