← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરો પરદેશ ગ્યો, ને આજ સૂની સાંજ છે,
એ જ ડેલી, એ જ ઝૂલો, તોય જૂની સાંજ છે.

આજ પણ બા ભૂલથી બે થાળ પીરસતી રહે,
રોટલી ઠરતી રહે, બસ એમ ઊની સાંજ છે.

‘ઠીક છું’ બોલે પિતા, ને આંખ ભીની થઈ જતી,
ફોન કટ થાતાં જ લાગે, સાવ ખૂની સાંજ છે.

ઓસરીમાં બેઉ ડોસાં મૌન થઈને તાપતાં,
યાદની સળગી રહી છે, આ જ ધૂણી સાંજ છે.

શબ્દ પણ પરદેશ ઊડ્યા, કાગળો કોરા ‘પરાગ’,
ને લખું તો આંસુ પડતાં, દર્દ દૂની સાંજ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ખાલીઘર #પરદેશ #માબાપ #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #EmptyNest #Diaspora #AgeingParents #LonelyEvenings #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભીડમાં એકલોઆગલો લેખ →દર્દની સોગાદ