← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંધી લઉં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાટલી માની હતી જે ગોદડી, સાંધી લઉં,
સાસરે ગઈ દીકરીની ચૂંદડી સાંધી લઉં.

રાતના તોફાનમાં ઊડી ગયાં નળિયાં બધાં,
આજ સાંજે, કોઈ રીતે ઝૂંપડી સાંધી લઉં.

બાગમાં તોફાન આવ્યું, ફૂલ વેરાયું બધું,
ઓસના ધાગે હવે એ પાંખડી સાંધી લઉં.

ગામ બોલ્યું, ને પિતાનું શીશ ઝૂક્યું ભોંય પર,
ઘર ફરી આવી હવે એ પાઘડી સાંધી લઉં.

ડાળથી વિખરાઈને વેરાઈ ગ્યો છે આ ‘પરાગ’,
ફૂલ સૌ ભેગાં કરી એ છાબડી સાંધી લઉં.

– પરાગ રતનપરા

#ગઝલ #સાંધવું #પરિવાર #દીકરી #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Mending #FamilyBonds #FathersHonour #Healing #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝાંઝવાંઆગલો લેખ →તાપણું