સાહેબ
ફાઈલો સૂતી પડી છે, ઊંઘતા સાહેબ છે,
જી-હજૂરી સૌ કરે છે, બોલતા સાહેબ છે.
જોક એનો હોય ફિક્કો, તોય હસવું તો પડે,
દાદ આપો, ‘વાહ’ બોલો, ખાંસતા સાહેબ છે!
કૂતરો સાહેબનો બીમાર, સૌ રડમસ થયા,
લઈ દવા સૌ દોડતા, ને હાંફતા સાહેબ છે.
હાથ જોડી, પગ પખાળી, ફોજ ચમચાની ખડી,
છત્ર ધરતી, ધૂપમાં જ્યાં ચાલતા સાહેબ છે.
આ પરાગે સત્ય ગાયું, તો મળી બદલી તરત,
એ જ પળ જાણ્યું, ખરેખર જાગતા સાહેબ છે!
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ચમચાગીરી #સરકારીકચેરી #અમલદારશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Sycophancy #OfficeLife #Bureaucracy #ParagRatanpara