← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રંગ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાગણે ફૂટ્યો વગડ આ, ખાખરાનો રંગ છે,
ઢોલ ઢમકે, ગામ ઝૂમે, વાહ! કેવો સંગ છે!

ધર્મના નામે વહેંચ્યા રંગ સૌએ, ને હવે
સાત રંગી મેઘધનુ તો ક્યારનુંયે દંગ છે.

ગાલ પર સાળી ગુલાલે ખૂબ ચોળી ગઈ, પછી
ઘેર પત્ની વેલણે ઊભાં, હવે તો જંગ છે!

રંગ એ ધોયો ઘણો, પણ સાત જન્મે ના જશે,
તેં ઉડાડેલો ગુલાલ હજી અમારે અંગ છે.

આ પરાગે ભાંગ ના પીધી, છતાં છે ઝૂમતો,
મ્હેકનો કેવો નશો! આ ફૂલ પોતે ભંગ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #હોળી #ફાગણ #રંગોત્સવ #પ્રીતનોરંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Holi #FestivalOfColours #SpringPoetry #ColoursOfLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશબ્દનું કિરણઆગલો લેખ →સાહેબને આઇડિયા આવ્યો