રિક્ષાવાળો
ભાઈ, હું તો રિક્ષાવાળો, શહેર આખું મારું ઘર,
ત્રણ પૈડાં પર જિંદગી દોડે, ના મંજિલ, ના ડગર.
સવારે નિશાળનાં છોકરાં, બપોરે સાહેબ-શેઠ,
સાંજે થાકેલ મજૂર બેસે, ઢળતી રાતે જેઠ;
સૌની વાતો સાંભળું હું, સૌનો હું હમસફર…
ભાઈ, હું તો…
કોઈ ઝઘડે ભાડાં માટે, કોઈ આપે ટિપ,
કોઈ રડતું દવાખાને જાય, મારી આંખે ભીનો છીપ;
મીટર મારો ભલે ને ખોટો, દિલ સાચું, ખરેખર…
ભાઈ, હું તો…
પરાગ કહે: આ રિક્ષામાં બેઠા લાખો લોકો,
કોઈ ન પૂછે રિક્ષાવાળાને: ‘તું ય જમ્યો કે ભૂખ્યો?’
ઘરે છોરું રાહ જુએ, ને હું ઊભો ચાર રસ્તા પર…
ભાઈ, હું તો…
– પરાગ રતનપરા