← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેત છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રણ નથી હું, એ જ રણમાં ઊડતી હું રેત છું,
આયનો ના, આંસુ જેવું આંખ ભીનું હેત છું.

હાથ ખરબચડા પિતાના, ને પસીનો ભાલ પર,
ના નગરની ઈંટ, હું તો ગામ કેરું ખેત છું.

કાગળે લખ્યો નથી, ને હોઠ પર આવ્યો નથી,
આંખના ખૂણે ઝબકતો, મૌન કો સંકેત છું.

રાતદી દોડ્યા કરી, પૈસા કમાયો ખૂબ, ને
હૉસ્પિટલના ખાટલે હું એક સાવ અચેત છું.

આ પરાગે ડાળ છોડી, ને પવન સંગે ગયો,
હું પવન, પણ ફૂલ જેવો આજ મ્હેક સમેત છું.

– પરાગ રતનપરા

#ગઝલ #ઓળખ #અસ્તિત્વ #મૂળ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Identity #Existence #Roots #SelfDiscovery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું આવશેઆગલો લેખ →યોગ