← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રીસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે રીસમાં બેઠા ને આંગણું મૂંગું થ્યું,
ચકલીએ ચીં ન કીધું, ને પાણિયારું રડ્યું…

ચૂલે મૂકી ચા, તો ઊભરાઈ ગઈ બે વાર,
મીઠું ભૂલી દાળમાં, ને ખાંડ ભૂલી કંસાર;
તમારા એક મૌને મારું રાંધણ આખું બગડ્યું…
તમે રીસમાં બેઠા…

છાપું વાંચો ઊંધું પકડી, ચશ્માં ચડાવી માથે,
કનખડીએ જુઓ મને, ને ગુસ્સો રાખો સાથે;
હસવું દબાવો, તોય મૂછનું એક ખૂણું ફરક્યું…
તમે રીસમાં બેઠા…

પરાગ કહે: આ રીસ નથી, આ તો પ્રીતનું મીઠું,
એક ચપટી જો ન હોય, તો જીવતર લાગે ફિક્કું;
સાંજે બે કપ ચા પીતાં, આખું ઘર ફરી હસ્યું…
તમે રીસમાં બેઠા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમિત્ર, આવઆગલો લેખ →ચાળી જુઓ