← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેડિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીમાં ખાટલે આજે ય ગાતો રેડિયો,
બંધ ઘરમાં કોઈ ધીમે ગણગણાતો રેડિયો.

સાંજ પડતાં ગીત, ભજનો, ને ખબર વરસાદની,
ખેતરોમાં, ગામમાં, સૌને જગાતો રેડિયો.

મૅચ જામી, ને ભણાવે શિક્ષકો ભૂગોળ ત્યાં,
ક્લાસમાં ખિસ્સે રહીને એ છુપાતો રેડિયો.

મા રસોડે ગણગણે, ને સૂર ગૂંથે ગીતમાં,
રોટલી સાથે રસોડે આ વણાતો રેડિયો.

આ પરાગે ફોન પર સો ગીત સાંભળ્યાં, છતાં
પણ હૃદયમાંથી કદી ક્યાં છે ભુલાતો રેડિયો.

– પરાગ રતનપરા

#ગઝલ #રેડિયો #સ્મરણ #બાળપણ #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Radio #Nostalgia #Childhood #VillageLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલો પ્રેમઆગલો લેખ →શ્યામ વાદળ થયો