← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રમીએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચલો, આજ પાછા અગાસે રમીએ,
પતંગો ઉડાવી, ઉજાસે રમીએ.

કદી સાપ ડંખે, ચડો એક સીડી,
ગણી ખેલ, હસતાં, હુલાસે રમીએ.

ફરી પૌત્ર સાથે, બની અશ્વ ઘરમાં,
નમી પીઠ, તોયે પ્રકાશે રમીએ.

હવે ફોનમાં બાળ ‘ગેમો’ રમે છે,
ચલો ગામ, ધૂળે, કપાસે રમીએ.

ભ્રમરને, પવનને, પરાગે નિમંત્ર્યા,
ચલો, બાગ, ઝાકળ, સુવાસે રમીએ.

– પરાગ રતનપરા

#ગઝલ #રમત #બાળપણ #જીવનઆનંદ #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Play #Childhood #JoyOfLiving #LifeIsAGame #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભગવાં ઓઢ્યે શું?આગલો લેખ →ગઝલ લખવા