← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રહી ગયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૌ ગયા, ઘર પણ ગયું, બસ એક નામ રહી ગયું,
એ ગલી, એ ઓટલો, ને એ જ ગામ રહી ગયું.

ઑફિસે જીવી ગયો, ને ઘેર જાણે પાહુણો,
શ્વાસ પૂરા થઈ ગયા, ને તોય કામ રહી ગયું!

શાલ, ટ્રોફી, ફૂલ, મેડલ, માળિયે સૌ ધૂળમાં,
બાળકે ‘પપ્પા’ કહીને, બસ ઇનામ રહી ગયું.

કેટલી વાતો હતી, જે હોઠ પર આવી નહીં,
કંઠમાં અટકી ગયું, ને બસ તમામ રહી ગયું.

આ પરાગે બાગ છોડ્યો, ફૂલ છોડ્યાં, ડાળ પણ,
વાયરામાં મ્હેકતું, બસ એક ઠામ રહી ગયું.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મૃતિ #જીવન #અધૂરુંકહેવું #વારસો #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatRemains #Memories #UnsaidWords #Legacy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝાંખા ચહેરાઆગલો લેખ →ઓછું પડે