રાવણ હસે
ભાઈ લૂંટે ભાઈને, તે જોઈને રાવણ હસે,
ધન કમાવા ઘર ગલી સૌ ખોઈને રાવણ હસે.
કેટલાં કૌભાંડ કીધાં, તોય નેતાજી ધવલ,
ગંગમાં પાપો બધાં એ ધોઈને રાવણ હસે.
ખેતરે ખેડૂત ફાંસો ખાય છે દેવા તળે,
ને પ્રધાનો મખમલે સૌ સૂઈને રાવણ હસે.
માર્ગમાં ઘાયલ તરફડે, લોક કરતા વીડિયો,
એક પણ પાણી ન પાતું કોઈને, રાવણ હસે.
આ પરાગે પૂતળું બળતું દશેરા રાતમાં,
ને ધુમાડે ભીડ આખી રોઈને, રાવણ હસે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #દશેરા #રાવણ #સમાજદર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dussehra #RavanLaughs #SocialSatire #ModernEvils #ParagRatanpara