રામ
સેતુ બાંધ્યો સાગરે, જ્યાં પથ્થરોમાં રામ છે,
જે તરાવે ભાર સઘળો, અક્ષરોમાં રામ છે;
વક્ષ ચીરી, ને બતાવ્યું ભક્તનું ભીતર, જુઓ,
શ્વાસ શ્વાસે, ને નહીં કે મંદિરોમાં રામ છે.
– પરાગ રતનપરા