રાખશું
વાવઝોડાં આવશે, ને દ્વાર દીવા રાખશું,
હોલવે એ જ્યોત, તોયે આંખ આશા રાખશું.
છાપરાં ઊડી ગયાં, ને ભીંત પણ પડતી રહી,
તોય મોભે આપણા જૂના જ ઝંડા રાખશું.
કેટલાં વર્ષો ગયાં, તું ના ફરી પાછી કદી,
તોય તારા એ ગુલાબી વ્હાલ-વાદા રાખશું.
પાંચ વરસે એક દી નેતા પધાર્યા ગામમાં,
એ અહીં પાછા પડે, એવા જ રસ્તા રાખશું!
ડાળ પર ફૂલો નથી, ને પાંદડાં પીળાં થયાં,
આ પરાગે મૂળ સાથે ગાઢ નાતા રાખશું.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુમારી #આશા #ઝંઝાવાત #સંકલ્પ #પરાગરતનપરા
#GujaratiGhazal #Defiance #HopeAgainstStorm #Resolve #Roots #ParagRatanpara