રાહ
બંધ દરવાજો, ઝરૂખે તાકતી બસ રાહ છે,
હોઠ પર અટકેલ ઊંડી એક ઠંડી આહ છે.
કેટલી ઋતુઓ અહીં આવી અને પાછી ફરી,
તોય ના ઘટતી કદી, એવી અધૂરી ચાહ છે.
એ ન આવ્યો, ગામનાં મ્હેણાં સહી લીધાં, અને
તોય એને ગામની ક્યાં કોઈ પણ પરવાહ છે?
આવશે એ, આવશે, એવી ઘણી ઊડી હવા,
ને પછી જાણ્યું, હતી એ પણ નવી અફવાહ છે.
આ પરાગે મ્હેક એના ઝાંપલે મૂકી હતી,
પણ પવન ભટકી ગયો, ને મ્હેક પણ ગુમરાહ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહિણી #પ્રતીક્ષા #ઝરૂખો #અધૂરોપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #WaitingWoman #EternalWait #UnfulfilledLove #Longing #ParagRatanpara