પ્રેમના સ્વાદ
તમારા લબોની ય મીઠાશ ચાખી,
વિદાયે પછી રોજ ખારાશ ચાખી.
રિસાયાં, મનાયાં, મજાનું હતું એ,
હતી સાથ થોડી ય કડવાશ ચાખી.
અમે બેઉ ભીંજ્યાં હતાં એક છત્રી,
અને સાથ વરસાદ-ભીનાશ ચાખી.
બુઝાયું હતું કોડિયું, તોય ત્યારે
તમારા ખભે મેં ય હળવાશ ચાખી.
પરાગે ઘણાં ફૂલ ચૂમ્યાં, છતાં પણ
ખરેલા ય પર્ણે જ લીલાશ ચાખી.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમનાસ્વાદ #મીઠાશ #વિરહ #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #FlavoursOfLove #SweetAndSalt #Separation #Romance #ParagRatanpara