← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કામ છે ત્યાં સુધી કામનો પ્રેમ છે,
નામ ઊંચું થતાં નામનો પ્રેમ છે.

હોય ખિસ્સું ભરેલું, સગાં સૌ સગાં,
રક્તનો ક્યાં, અહીં દામનો પ્રેમ છે.

સાત જન્મો તણો સાથ માગ્યો હતો,
બસ, હવે સાથ, આરામનો પ્રેમ છે.

દેશ છોડી ગયા ડોલરો કામવા,
ફોન પર રોજ બસ ગામનો પ્રેમ છે.

આ પરાગે બધે શોધ કીધી, સખા,
નિષ્કપટ એક બસ શ્યામનો પ્રેમ છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સ્વાર્થ #વ્યંગ #કૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfishLove #Satire #ModernRelations #DivineLove #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખહજી પણઆગલો લેખ →રાખજે