પ્રતીક્ષા
સવારે, બપોરે, તમારી પ્રતીક્ષા,
ઢળી સાંજ, થઈ ગઈ બિચારી પ્રતીક્ષા.
જરા ધૂળ ઊડે ગલીના વળાંકે,
હૃદયમાં ઉઠે: ‘આ સવારી!’ પ્રતીક્ષા.
ઘડી એક લાગે વરસ જેવડી, ને
ઉતરતી હૃદયમાં કટારી પ્રતીક્ષા.
નયન ધૂંધળાં, હાથ ધ્રૂજે સતત, ને
હજી જાગતી આ પથારી પ્રતીક્ષા.
પરાગે ધરી દીપ ઝાંપે સદાયે,
બની ગઈ નશો ને ખુમારી પ્રતીક્ષા.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #ઇંતેજાર #વિરહ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Intezaar #Longing #EndlessLove #ParagRatanpara