← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રસાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે મળે એ ભેટ તારી, જે જશે એ પણ પ્રસાદ,
માગવાની હોડ શી? ને શો ખુદા સાથે વિવાદ?
દીવડો તો જાતને બાળે, ન પૂછે: ‘શું મળે?’
એ જ શ્રદ્ધા, જ્યાં ન ઇચ્છા, ના શિકાયત, ના વિષાદ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપિંજરુંઆગલો લેખ →ચપટી મીઠું