← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રજાસત્તાક પર્વ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધ્વજ ચડાવ્યો, ગીત ગાયું, ને બધા ઝૂમી ગયા,
ભાષણો લાંબાં સુણી, શ્રોતા પછી ઊંઘી ગયા;
ધૂળમાં ઝંડો રઝળતો’તો ગલીમાં રાતભર,
દેશ-પ્રેમી સૌ સવારે, સાંજ તો ભૂલી ગયા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખગોટો નથીઆગલો લેખ →છેલ્લું ઝાડ