← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રાર્થના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રભુ, મને એટલું દેજે, નાનું ઘર ને મોટું મન,
ભૂખ્યો કોઈ બારણે આવે, તો ખૂટે નહીં અન્ન.

ધન દેજે તો એટલું દેજે, કોઈની આંખ ન દાઝે,
નામ દેજે તો એટલું, કે ઘમંડ ના ગાજે;
હાથ દેજે તો એવા, કે લૂછે કોઈનાં નયન…
પ્રભુ, મને એટલું દેજે…

દુઃખ દેજે તો સાથે દેજે, સહેવાની તાકાત,
સુખ દેજે તો યાદ રહે, કે સૌની સરખી જાત;
જીભ દેજે તો મીઠી, ને મૌન દેજે તો જતન…
પ્રભુ, મને એટલું દેજે…

પરાગ કહે: છેલ્લું માગું, ઉતાવળ ના થાય,
જાઉં ત્યારે હસતાં હસતાં, કોઈ ના દુભાય;
ફૂલ ખરે જેમ ડાળીએથી, એવું દેજે મરણ…
પ્રભુ, મને એટલું દેજે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઓચિંતું તેડુંઆગલો લેખ →ચેટમાં