← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પીઠી ચોળો રે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પીઠી ચોળો રે પીઠી ચોળો, મારી લાડલીને પીઠી ચોળો,
હળદરનો રંગ ચડે ગાલે, ને આંખોમાં આંસુનો ઝોળો.

મામી લાવી રે કંકુ-ચોખા, ને માસી લાવી મેંદી,
ફઈબા લાવ્યાં રે ઝીણી ચૂંદડી, ને કાકી લાવ્યાં ઝાંઝરની જોડી;
બાપુ તો ઊભા રે ખૂણે, ને આંસુ લૂછે છે પાઘડીના પોળો.
પીઠી ચોળો રે પીઠી ચોળો…

ઢોલ વાગે ને શરણાઈ ગાજે, ગામ આખું રે નાચે,
નાનકો ભાઈ પૂછે છે, ‘બેની, તું કાલથી કોની સાથે?’
બેની હસીને ગાલ ખેંચે, પણ ભીંજાય છે ચોળીનો ખોળો.
પીઠી ચોળો રે પીઠી ચોળો…

કાલ સવારે ડોલી ઊપડશે, ને ફળિયું થાશે સૂનું,
પરાગ કહે, એ પીઠીનો ડાઘ, રહેશે આ ભીંતે જૂનું;
દીકરી તો પારકું ધન, ને તો ય હૈયાનો એ જ ટોળો.
પીઠી ચોળો રે પીઠી ચોળો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહંસલો ઊડે રેઆગલો લેખ →કાગવાસ