પીડા સાહેલી
પીડા રે, તું તો મારી જૂની સાહેલી,
સુખ આવે ને જાય, તું રહે સૌથી પહેલી.
સુખ તો મહેમાન જેવું, બે દિ’ રોકાય,
તું તો ઘરની વહુ જેવી, ખૂણે બેસી ગાય;
રાતે આવી ઓશીકે તું વાત કરે અલબેલી…
પીડા રે…
તેં શીખવ્યું રડતાં, ને તેં જ શીખવ્યું હસવું,
તેં જ બતાવ્યું, કોનું સાચું, કોનું ખોટું વસવું;
તારા વિના આ જીવનની ના ઊકલે કોઈ પહેલી…
પીડા રે…
પરાગ કહે: પીડા, તેં મને કવિ બનાવ્યો,
તારે ટેકે ઊભો રહીને શબ્દ મેં ઉગાડ્યો;
તને નમન, ઓ પીડા, તું છે ગઝલની ડેલી…
પીડા રે…
– પરાગ રતનપરા