← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગ જેવો સંબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તાંતણો સંબંધનો છે, ખેંચતાં તોડાય છે,
ઢીલ દઈએ જો વધારે, દૂર ઊડી જાય છે;
સ્હેજ ઝાલો, સ્હેજ છોડો, ને હવાનું ધ્યાન રાખ,
તો જ ઊંચે આભમાં જો, પ્રેમ આ ફરકાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરજાઆગલો લેખ →અહમ