પરીક્ષા પછી
બધી યે મજાઓ પરીક્ષા પછી,
પ્રવાસો, રજાઓ પરીક્ષા પછી.
રમત, ફોન, ટીવી બધું બંધ છે,
ખુલે આ સજાઓ પરીક્ષા પછી.
ભજે રાતભર બાળ હનુમાનને,
હવે ક્યાં દુઆઓ પરીક્ષા પછી?
થયો તાવ, ખાંસી ય, માથું દુખે,
નકામી દવાઓ પરીક્ષા પછી!
પરાગે કરી રાતભર જાગરણ,
હવે બસ હવાઓ પરીક્ષા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #પરીક્ષા #વિદ્યાર્થી #બાળપણ #હાસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #ExamSeason #StudentLife #Humor #AfterExams #ParagRatanpara