← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પણ ક્યાં બચી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર્દ એવાં પી ગયો કે વેદના પણ ક્યાં બચી?
હાથ જોડું, હોઠ ખોલું, પ્રાર્થના પણ ક્યાં બચી?

ચાંદ જોતાં યાદ આવે, દિન બધા વીતી ગયા,
સાવ કોરી રાત છે, ને કલ્પના પણ ક્યાં બચી?

ઉંબરે બેસી પ્રતીક્ષા, આંખ ઝાંખી થાય છે,
કોઈ આવે કે ન આવે, ઝંખના પણ ક્યાં બચી?

ભાવ પૂછે સૌ બજારે, શાક હો કે માણસો,
ત્રાજવે સૌ તોળતા’તા, ભાવના પણ ક્યાં બચી?

આ ‘પરાગે’ ફૂલ ચૂંટી મંદિરે ધર્યાં ઘણાં,
ફૂલમાંથી મ્હેક ઊડી, અર્ચના પણ ક્યાં બચી?

– પરાગ રતનપરા

#ગઝલ #વેદના #સૂનકાર #પ્રતીક્ષા #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Numbness #LostFeelings #Waiting #EmptyPrayer #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનોરતાંનું ગીતઆગલો લેખ →વાત કર