← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગલાં પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાજપથ છોડ્યો, હવે તો પાદરે પગલાં પડે,
રાહ જોતી આંખ જેવા ઉંબરે પગલાં પડે.

દેશ ને પરદેશ ખૂંદ્યા, તીર્થ ખૂંદ્યાં, પણ પછી
મૌન થઈ બેઠો જરા, ત્યાં ભીતરે પગલાં પડે.

ના હતી માટી, ન પાણી, તોય ઊગ્યું ઘાસ ત્યાં,
જીદ હો જો હોઠ પર તો પથ્થરે પગલાં પડે.

ચાંદ પર ઝંડો અમારો, દેશ આખો નાચતો,
આંગણે ભૂખ્યા ભલે, પણ અંબરે પગલાં પડે.

જે પરાગે ગીતની કેડી કરી એકલપણે,
ત્યાં હવે તો રોજ સૌના ઝાંઝરે પગલાં પડે.

– પરાગ રતનપરા

#ગઝલ #નવોમારગ #જીદ #આત્મખોજ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #NewPath #Determination #InnerJourney #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકોને ખબર?આગલો લેખ →ભૂલી ગયા