← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પધારો ગણરાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પધારો ગણરાય, મારે આંગણ પધારો રે,
ઓછું-અધૂરું ઘર છે, તો ય સ્વીકારો રે.

માટીની મૂરત ઘડી છે મારા દીકરાએ હાથે,
સૂંઢ જરાક વાંકી થઈ ગઈ, કાન મોટા માથે;
પણ ભાવ ભરીને ઘડ્યા છે, એ ભાવ તમે નિહાળો રે…
પધારો ગણરાય…

મોદકમાં તો ઘી ઓછું, ને ગોળ ઘરનો કાચો,
દુર્વાની ઝૂડી વાડેથી, ભોગ તો મારો સાચો;
મૂષકરાજ, તમે ય જમજો, એક ખૂણો તમારો રે…
પધારો ગણરાય…

પરાગ કહે: વિઘ્નહર્તા, બીજું કાંઈ ના માગું,
વરસે એક જ વાર તમારી પાસે આટલું યાચું;
પાડોશીના ઘરનો ય અંધારો ઉતારો રે…
પધારો ગણરાય, મારે આંગણ પધારો રે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજળમાંઆગલો લેખ →કિટ્ટા-બુચ્ચા