← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પધારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરે આજ ઉત્સવ, હસીને પધારો,
અમારી કુટિર છે, નમીને પધારો.

ભલે થાળ ખાલી, ભલે સાવ સાદું,
હૃદયમાં હૃદય થઈ ભળીને પધારો.

વસો દૂર, વચ્ચે ભલે સાત સાગર,
વિહંગો સમા સૌ ઉડીને પધારો.

નથી રેશમી ગાદલાં કે ગલીચા,
અધર પર હસી લઈ સજીને પધારો.

પરાગે સજાવ્યા ગલી ને ઝરૂખા,
હવાની સુગંધે વહીને પધારો.

– પરાગ રતનપરા

#ગઝલ #આવકાર #મહેમાનગતિ #આતિથ્ય #સ્નેહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Welcome #Hospitality #OpenHeart #Belonging #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડિગ્રીઆગલો લેખ →બા, હવે આરામ