પાયો હતો
પિતા ઘર તળે એક પાયો હતો,
સહી તાપ પોતે જ છાંયો હતો.
ભલે ભાર ખભ્ભે ઉઠાવી હસે,
ઘણો અંદરેથી ઘવાયો હતો.
અમે ફ્લેટ લીધા, ઘણા ઓરડા,
પિતા એ જ ઘરમાં પરાયો હતો.
ચિતાથી ફરી ઘેર આવ્યો, અને
અરીસે જુઓ તો, સમાયો હતો.
પરાગે ઘણી દાદ લીધી, છતાં
પિતાનો જ ઠપકો સવાયો હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #પિતૃપ્રેમ #ત્યાગ #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #Sacrifice #Remembrance #ParagRatanpara