← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાસે-પાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બંધ બારણે, મોં પર બુકાની, આખું ગામ ઉદાસ,
દૂર દૂર રહીને શીખ્યા, શું છે પાસે-પાસ.

થાળી વગાડી, દીવા કીધા, ગાયાં ગીત ઝરૂખે,
પાડોશીને પહેલી વાર જોયા અમે ઝરૂખે;
ભીંતો ઊંચી, પણ મનડાંનો ખૂલ્યો નવો અવકાશ…
બંધ બારણે…

દવાખાને શ્વાસ ખૂટ્યા, ને સ્મશાને લાગી કતાર,
ફોનમાં છેલ્લાં દર્શન કીધાં, ના ખભો, ના આધાર;
તોય ક્યાંક કોઈ અજાણ્યો લાવ્યો પ્રાણવાયુની આશ…
બંધ બારણે…

પરાગ કહે: એ દિવસો ગયા, પણ શીખ રહી ગઈ ભારે,
જીવવું એટલે બીજાને પણ શ્વાસ દેવો જ્યારે-ત્યારે;
મોં પરથી બુકાની ઊતરી, મન પર રાખો આ પ્રકાશ…
બંધ બારણે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથોડું થોડું મરવુંઆગલો લેખ →હૂંફ છે