← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાણી ભરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામની વહુઆરુ રોજે ડુંગરે પાણી ભરે,
ને નવોઢા આંસુ લૂછી સાસરે પાણી ભરે.

મેહ રૂઠ્યો, ને નદીના બંધ દરવાજા બધા,
ખેડુ આંખોથી હવે આ ખેતરે પાણી ભરે.

ચાર દિવસે એક ટૅન્કર, ને કતારે સો ઘડા,
ગાળ-ઝઘડાથી હવે તો પાદરે પાણી ભરે.

વાદળીનું જળ ગટરમાં જાય છે, ને તો ય બા
ડોલ, ગાગર, તાંસળાં લઈ છાપરે પાણી ભરે.

આ પરાગે શબ્દની ગાગર ભરી’તી પ્રેમથી,
લોક આવી આજ એના સાગરે પાણી ભરે.

– પરાગ રતનપરા

#ગઝલ #પાણી #ગામડું #સ્ત્રી #જળસંકટ #પરાગરતનપરા
#GujaratiGhazal #WaterCrisis #VillageWomen #Drought #RuralLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘટ ઘટમાંઆગલો લેખ →કૃપા