← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાછું વળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મન ભમે આખા જગતમાં, આંગણે પાછું વળે,
સાંજ પડતાં ગાય જેવું બારણે પાછું વળે.

ડૉલરોના દેશમાં વીતી ગયાં વર્ષો ઘણાં,
પણ હૃદય તો બાળપણના પારણે પાછું વળે.

વૃક્ષ ઊંચું થાય તોયે, મૂળ તો માટી મહીં,
પાન ખરતું પણ ધરાના કારણે પાછું વળે.

હીટરોના ઓરડામાં જીવ ધ્રૂજે છે છતાં,
ગામના ચોરા ઉપરનાં તાપણે પાછું વળે.

ફૂલથી છૂટી પરાગે વિશ્વભર ફરવું ભલે,
પણ સુગંધી થઈ ફરી એ ધાવણે પાછું વળે.

– પરાગ રતનપરા

#ગઝલ #વતન #ઘર #ઝુરાપો #મૂળ #પરાગરતનપરા
#GujaratiGhazal #Homecoming #Homesickness #Roots #Diaspora #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપરસેવોઆગલો લેખ →વિકાસે