ઓરડે
મ્હેક તારી છે હજી આખી ભરેલી ઓરડે,
ચાંદની જાણે અહીં આવી ઢળેલી ઓરડે.
આજ પણ ખીંટી ઉપર લટકે દુપટ્ટો રેશમી,
બંગડી તૂટી હતી, એ છે પડેલી ઓરડે.
દીવડો મેં તો બુઝાવ્યો ક્યારનો, તો પણ સખી,
તેં જલાવેલી શમા છે ઝળહળેલી ઓરડે.
આયનામાં હું જ દેખાઉં છતાં લાગ્યા કરે,
કોઈ ઊભી છે હજી સાડી સરેલી ઓરડે.
કેશમાં તારા પરાગે ફૂલ જે ગૂંથ્યાં હતાં,
પાંખડી એની હજી છે ત્યાં ખરેલી ઓરડે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મરણ #વિરહ #પ્રિયતમા #સુવાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #Separation #Beloved #LingeringFragrance #ParagRatanpara