← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊતરીને જો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધે શોધ્યો ખુદાને તેં, હવે તું ઊતરીને જો,
તને તારી જ છાયા ત્યાં મળે છે, બસ ઠરીને જો.

અઝાનો ને ઘણા ઘંટો સતત તેં દૂરથી સુણ્યા,
હવે એ સૂર ધબકારે ઉરે તારા ભરીને જો.

શિખર ઊંચાં ઘણાં જીત્યાં, ધજા ત્યાં ફરફરાવી તેં,
હવે ઘરનો જ ઉંબર એક હળવેથી સરીને જો.

અરીસો રોજ બોલે છે, ‘બધું સુંદર, બધું સારું’,
કદી ભીની નજર લઈને, ફરીથી ત્યાં ફરીને જો.

પરાગે ફૂલને પૂછ્યું, સુગંધી ક્યાં છુપાવે છે?
હસીને ફૂલ બોલ્યું તું ય ખુદમાં પાંગરીને જો.

– પરાગ રતનપરા

#ગઝલ #આત્મખોજ #અધ્યાત્મ #ભીતરયાત્રા #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #LookWithin #Spirituality #InnerJourney #SelfDiscovery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઈ તો એમ જ હોયઆગલો લેખ →સ્ક્રીન પર