← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊભો થયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઠોકર ઘણી, ખાધી ભલે, હું તો પડી ઊભો થયો,
રાતો ઘણી, છાનો છુપો, ખૂણે રડી ઊભો થયો.

તોફાન આવ્યું, છાપરાં ઊડ્યાં, ઘણું ડૂબી ગયું,
કિસ્મત તણી સામે ઘણું બાથે લડી ઊભો થયો.

ઊંચો હતો પર્વત, ઘણી લપસણ હતી કેડી બધી,
પગમાં ઘણા છાલા છતાં ટોચે ચડી ઊભો થયો.

મિત્રો ગયા, પૈસા ગયા, ઘર ને ઘરેણાં પણ ગયાં,
ધીરજ ધરી, આવી ભલે ભૂંડી ઘડી, ઊભો થયો.

ફૂલો ખરે, ડાળી નમે, જોયું પરાગે એ ઘણું,
ઊડ્યો હવામાં, બીજ થઈ, માટી અડી ઊભો થયો.

– પરાગ રતનપરા

#ગઝલ #હિંમત #સંઘર્ષ #આશા #ફરીઊભા #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #NeverGiveUp #Struggle #RiseAgain #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહવનઆગલો લેખ →માણસની જાત