← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ન્યાયાધીશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અન્યના દોષો ગણે એ સૂક્ષ્મદર્શી કાચથી,
જાત જોતાં, આંખ મીંચી, ભાગતો એ આંચથી;
આ અદાલત એમની, ને ફેંસલો પણ એમનો,
હાર ભાગ્યે, જીત પોતે, એમ ચાલે નાચથી.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઅડધો ગ્લાસઆગલો લેખ →સડક