← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નંદી બની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓટલે એના ધરીને ધ્યાન હું નંદી બની,
બાપ એનો આવતાં, હું ઝાડ પર બંદી બની.

ગિફ્ટ, ગજરા, ને સિનેમા, ચા-સમોસા રોજના,
ને પછી ખિસ્સું ય મારું સાવ એ મંદી બની.

ગેટ પર સોસાયટીના નોટિસો લાગી હતી,
‘રોમિયો માટે અહીં’ ને વાત પાબંદી બની.

લગ્ન એનાં થઈ ગયાં, ને રાતભર રોયો ઘણું,
જોઈને એ વર, પછી તો જાત આનંદી બની.

આ પરાગે પ્રેમ છોડ્યો, હાથ લીધી છે ગઝલ,
તો ગઝલ પણ છેડતી સૌ, સાવ ફરફંદી બની.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #રોમિયો #એકતરફીપ્રેમ #કોલેજકાળ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Romeo #OneSidedLove #CollegeDays #ParagRatanpara

ગઝલહાસ્ય
← પહેલો લેખતને જોયા પછીઆગલો લેખ →આંસુ