← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નંબર ડિલીટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નંબર તારો ડિલીટ કર્યો, પણ આંગળીઓને યાદ,
રાતે ઊંઘમાં ડાયલ કરે છે, તને પાડતી સાદ.

ફોટા સઘળા ફૉર્મેટ કર્યા, ચેટ બધી મેં બાળી,
તોય સ્ક્રીન પર ઝબકે તારું સ્મિત, ને લટ કાળી;
વાઇ-ફાઇ બંધ કરું તો ય ચાલે તારો મૂંગો સંવાદ…
નંબર તારો ડિલીટ કર્યો…

મિત્રો કહે: ‘ભૂલી જા યાર, દુનિયામાં બીજી ઘણી,’
હું હસીને માથું ધુણાવું, ને ઢાંકું આંખની કણી;
દુનિયા મોટી હશે, પણ મારી દુનિયા તું, એ યાદ…
નંબર તારો ડિલીટ કર્યો…

પરાગ કહે: ફૂલ ખરે તો ડાળીને રહે છે ડાઘ,
મ્હેક ભૂંસી ના શકાય, ભલે ભૂંસો સઘળો બાગ;
ફોન ભલે ભૂલે, પણ હૈયું ભૂલે? એ જ મોટો વિવાદ…
નંબર તારો ડિલીટ કર્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખક્યાં રડું?આગલો લેખ →ભીતરે