નિરાંતે
નથી દોડવું, બસ ફરીશું નિરાંતે,
હવે ઘર તરફ પણ વળીશું નિરાંતે.
ઘણાં વર્ષ ડેસ્કે ટિફિન સાવ ઠંડું,
હવે સાથ તારો, જમીશું નિરાંતે.
ગળે ટાઈ, કાંડે હતી રોજ બેડી,
હવે એ ઉતારી, તરીશું નિરાંતે.
બગીચે ઘણાં ફૂલ ખીલ્યાં વરસથી,
ન જોયાં કદી, એ ગણીશું નિરાંતે.
અધૂરી ગઝલ જે ‘પરાગે’ લખેલી,
હવે પૂર્ણ એને કરીશું નિરાંતે.
– પરાગ રતનપરા
#ગઝલ #નિવૃત્તિ #નિરાંત #દાંપત્ય #જીવનસંધ્યા #પરાગરતનપરા
#GujaratiGhazal #Retirement #SlowLiving #Companionship #LeisureYears #ParagRatanpara