નિહત્થો
હાથ ખાલી, તોય રથથી ના કદી ભાગ્યા નથી,
એમના સો બાણ છૂટ્યાં, એક પણ વાગ્યા નથી.
રાજ્ય એનું, ઢોલ એના, ને ધજાઓ પણ ઘણી,
તોય પાદરના ફકીરો એક પળ જાગ્યા નથી.
જીતવાનો અર્થ શું, જો જાત હારી જાય તો?
હાર કેરા ડાઘ તો આ જાત પર લાગ્યા નથી.
ખેતરો ને ઘર, બળદ, કૂવા બધું લૂંટી ગયા,
તોય મેં એની કને બે કોળિયા માગ્યા નથી.
આ પરાગે ફૂલ થઈને ઘાવ ઝીલ્યા છે બધા,
તોપના ગોળા અમે ક્યારેય પણ દાગ્યા નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #સત્ય #ખુમારી #નિહત્થોયોદ્ધો #સ્વાભિમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #UnarmedCourage #Truth #InnerStrength #Dignity #ParagRatanpara