← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવલી રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવ નવ રાતનો દીવડો રે, માડી, ઘટમાં ઝળહળ થાય,
ગરબે ઘૂમે ગામ આખું, ને આભ ઊતરી ગાય…

કુંભારે ઘડ્યો ઘડૂલિયો ને બેનીએ રંગ્યો રંગ,
માથે મૂકી ઘૂમે દીકરી, જાણે લક્ષ્મીનું અંગ;
ઢોલીડાના ઢોલ ઢબૂકે, ધરતી ધમધમ થાય…
નવ નવ રાતનો…

ચણિયાચોળી ઘેરદાર ને ઓઢણીએ આભલાં,
પગમાં ઝાંઝર ઝમકે ને હાથે કંગન-ચૂડલાં;
ત્રણ તાળીના તાલે, માડી, રાત આખી ગવાય…
નવ નવ રાતનો…

પરાગ કહે: આ ગરબો નથી, આ તો શક્તિનું રૂપ,
દીકરીનાં જ્યાં માન થાય, ત્યાં માડીની હૂંફ;
નવ રાતે નહીં, બારે માસે દીવો ઝળહળ થાય…
નવ નવ રાતનો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસવારની ચાઆગલો લેખ →ચાલ મનવા