← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવા વર્ષે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હસે છે ઉંબરે રંગીન રંગોળી નવા વર્ષે,
ફટાકા ફોડતી આવી ગલી-ટોળી નવા વર્ષે.

ઘરે જઈ પાય લાગું ત્યાં, વડીલો હાથ ફેરવતા,
ભરાતી આશિષે આખી સદા ઝોળી નવા વર્ષે.

હવે મેસેજ આવે છે, નથી આવ્યું ઘરે મળવા,
ઇમોજીમાં બધાએ લાગણી ઘોળી નવા વર્ષે.

ફટાકા ફૂટતા જોતું, ગલીના નાકનું બાળક,
ન'તો દીવો, ન'તી મીઠાઈ, સૌ મોળી નવા વર્ષે.

પરાગે ઘૂઘરા, મઠિયાં, જલેબી ને ઘણું ખાધું,
હવે ખાવી પડે છે ત્રણ દવા-ગોળી નવા વર્ષે.

– પરાગ રતનપરા

#ગઝલ #નવુંવર્ષ #બેસતુંવરસ #સાલમુબારક #દિવાળી #પરાગરતનપરા
#GujaratiGhazal #GujaratiNewYear #SaalMubarak #Diwali #FestiveSatire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનિશાળનો ઘંટઆગલો લેખ →ધીરજ