← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી માગ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ખાલી હતું ખિસ્સું, કદી નાણું નથી માગ્યું,
હતી ભૂખી ઘણી રાતો, છતાં ભાણું નથી માગ્યું.

વહી ગઈ ઝૂંપડી પૂરે, ગગન નીચે સમાયા સૌ,
અમીરોના મહેલોમાં ય ઠેકાણું નથી માગ્યું.

ભલે ઝાંખા હતા સૂરો, ગળું મારું, ગઝલ મારી,
ઉછીનું કોઈનું ક્યારે ય મેં ગાણું નથી માગ્યું.

મરણ આવ્યું, હસી ભેટ્યો, ન કરગર્યો જરા પણ હું,
વધારાની ઘડી કે ના નવું ટાણું નથી માગ્યું.

પરાગે દીકરી દીધી, હૃદયનો હીર પણ દીધો,
વિદાયે આંસુ દીધાં, ને કશું આણું નથી માગ્યું.

– પરાગ રતનપરા

#ગઝલ #ખુદ્દારી #સ્વાભિમાન #ગરીબી #ગૌરવ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #Dignity #Poverty #Pride #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝાકળ કોણ બાંધેઆગલો લેખ →એ દોડી આવી