← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નમતો નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તાડ જેવો ઝૂઝતો હું ડુંગરે નમતો નથી,
સાવ ખાલી હાથ તોયે ઉંબરે નમતો નથી.

દાનપેટીમાં ચડાવે શેઠ સોનું, તોય પણ
સંત સાચો એટલે એ મંદિરે નમતો નથી.

જી-હજૂરી બોસની કરતા બધા દરબારમાં,
હું ભલે ખાતો રહું છું ઠોકરે, નમતો નથી.

આવવાના છે પ્રધાનો, ગામ આખું ઝૂકતું,
ખેડુ ઘરડો એક ત્યાં જે પાદરે નમતો નથી.

આ પરાગે ધૂળમાં ભળવું ભલે માન્યું, છતાં
એ સુગંધી સ્વાભિમાને ભીતરે નમતો નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્વાભિમાન #ખુમારી #ગરીબી #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #Dignity #Pride #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમ્હેક છેઆગલો લેખ →ભીતરનો એકતારો